10 Nov 2019 Sunday

વિક્રમ સવંત ++૨૦૭૬ કારતકસુદ તેરસ   

તા. ૧૦/૧૧/૨૦૧૯ શુક્રવાર

 • અયોધ્યાની વિવાદી જમીન અંગે સર્વોચ્ય અદાલતનો ઐતિહાસિક ચુકાદો, મંદિર વિવાદિત 2.77 એકર ભૂમિ રામલલ્લા મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના થશે. અને અયોધ્યામાં જ મસ્જીદ માટે પાંચ એકર જમીન સરકાર આપશે.
 • સુપ્રીમકોર્ટની ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચનો સર્વસંમતિથી ચુકાદો આપ્યો. સુપ્રીમકોર્ટે મંદિર નિર્માણ માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવા અને નિર્મોણ અખાડાને ટ્રસ્ટમાં પ્રતિનિધિત્વ આપવાનો સરકારને આદેશ આપ્યો.
 • અયોધ્યા ભૂમિ વિવાદમાં પક્ષકાર  રહેલા સુન્ની વકફ બોર્ડએ સુપ્રીમકોર્ટના ચુકાદા અંગે કોઈ ફેર વિચારણા અરજી દાખલ નહિ કરવાનો નિર્ણય કર્યો છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અયોધ્યા અંગે ઐતિહાસિક ચુકાદા બાદ રાષ્ટ્રની સંબોધન કરતાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે, હવે દેશના નિર્માણનો સમય છે.
 • અયોધ્યા કેસના સુપ્રીમકોર્ટના ચુકાદાને તમામ પાર્ટીઓએ સન્માન કરવું જોઈએ. સદીઓથી જૂની પરસ્પર સંવાદિતાની  પરંપરા જળવાય તે જરૂરી છે.-કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી
 • કરોડો હિન્દુઓની આસ્થાને બળ મળ્યું છે.- સુપ્રીમકોર્ટના ચુકાદાને તમામ ધર્મગુરૂઓ, સંતો- મહંતોએ સહર્ષ આવકાર્યો છે.
 • કરતારપુર સાહિબ ગુર્રોદાસનું ઉદ્દઘાટન વડાપ્ધન નરેન્દ્ર મોદીએ કર્યું. 500 ભારતીય શીખ યાત્રાળુઓણી પ્રથમ ટૂકડીને યાત્રા માટે વિદાય આપી.
 • ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 મેચ નાગપુર ખાતે રમાશે. ભારત ટી20 સીરીઝ જીતવા સક્ષમ છે.
 • 2020માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સમાં ભારતીય શૂટર ચિંકી 25 મીટર પ્રીસ્ટલ ઇવેન્ટમાં ઓલિમ્પિક કવોટા મેળવ્યો છે.
 • 2020માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સમાંભારતની તેજસ્વીની 50મી રાઈફલની થ્રી પોઝીશનમાં ઓલમ્પિક કવોટા મેળવ્યો.  તે પ્રથમવાર ઓલમ્પિક રમવાની તક મળી છે.
 • ભારત 2023માં યોજાનાર હોકી વર્લ્ડકપની યજમાની  કરશે.  પાંચ વર્ષ બાદ બીજીવખત યજમાની કરશે 13 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી 2023 વર્લ્ડકપ રમાશે.
 • આજે મુંબઈમાં બોરીવલી સ્થિત રીશીવન કાજુપાડામાં ૧૩ ફૂટ ઉંચી અને ૧૮,000 કિલોના વજનની સિમંધર સ્વામીની સૌથી ઉંચી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
 • મહીસાગર જીલ્લાના રીયાલી ગામે વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર પાર્ક નિહાળવા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે
 • મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલે ભગતસિંહ કોશીયારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ને આમંત્રણ આપ્યું. આજે ભાજપાની કોર કમિટીની બેઠકમાં સરકાર રચવા અંગે નિર્ણય કરવામાં આવશે.
 • ઝારખંડમાં વિધાનસભાની 81  બેઠકો માટે વિપક્ષીનું પક્ષો વચ્ચે ગઠબંધન થયું જેમાં ઝારખંડ મુક્તિ મોરચો 43 બેઠકો, કોંગ્રેસ 31 બેઠકો અને રાષ્ટ્રીય જનતા પાર્ટી સાત બેઠકો માટે ચૂંટણી લડશે.
 • વર્ષ 2010 બેચના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાએ પોતાની સામે થયેલા છેતરપીંડી અને લગ્નેત્તર સંબંધો મામલે દિલ્લીની મહિલાના આક્ષેપો મામલે કલીનચીટ મળી. પુરાવાની ખરાઈ બાદ જ સરકાર દહીનાની સસ્પેશન રદ કરવા મુદ્દે નિર્ણય કરી શકે છે.
 • બંગાળનાં અખાતમાંથી સર્જાયેલ ‘ બુલબુલ’ વાવાઝોડું વિકરાળ બન્યું, કોલકાતા એરપોર્ટ બંધ કરવામાં આવ્યું. ઓડીશામાં પણ વાવાઝોડાની અસર થશે.