વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ ચોથ       

તા. ૧૦.૩.૨૦૧૯ શનિવાર

  • આગામી લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ તેઓ ચૂંટણીમાં રાજકીય પક્ષો આર્મીના ફોટા કે તેના નામનો ઉપયોગ કરી શકશે નહિ.- ચૂંટણીપંચ
  • રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ, રાજભવન ખાતે બંધ બારને શપધવિધિ યોજાઈ, જવાહર ચાવડાને કેબીનેટ મંત્રી, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપધ લીધા હતા. ખાતાની ફાળવણી હવે પછી કરવામાં આવશે.
  • જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સુત્રધાર છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલે આખરે રેલ્વે પોલીસની SIT સમક્ષ શરણાગતિ સ્વીકારી છે.
  • રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધારાસભ્યો સાથે ભાજપામાં જોડાશે તેવી અટકળોનો અંત આવ્યો. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ – અલ્પેશ ઠાકોર
  • આજે  ચંડીગઢ ખાતે ભારત અને ઓસ્ટેલિયા વચ્ચે ચોથી વનડે મેચ રમાશે. ભારત વનડે શ્રેણી 2-1થી સરસાઈ ધરાવે છે.
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20માં ભારતને એક રનથી પરાજય આપી સિરીઝ ૩-0 થી જીતી લીધી છે.
Categories: Daily News