વિક્રમ સંવત ૨૦૭૫ પોષ સુદ ચોથ      

તા. ૧૦/૧/૨૦૧૯ ગુરૂવાર

  • સવર્ણ ગરીબો માટેનું 10% અનામતનું બિલ લોકસભામાં પસાર ત્યાં પછી રાજ્યસભામાં ગહન ચર્ચા બાદ 165 વિરુદ્ધ 7 મતે પસાર થયું છે.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉતાવળમાં બિલ રજૂ કર્યાનો વિપક્ષનો આરોપ છે.હવે બિલ રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવશે.
  • દસ જેટલા ટ્રેડ યુનિયનો દ્વારા બે દિવસ ભારત બંધના બીજા દિવસે પશ્ચિમ બંગાળ, કેરળ,મુંબઈ અને કર્ણાટકમાં પરિવહનને ભારે અસર, લાખો કામદારો જોડાયા, હિંસાની છૂટી છવાયી ઘટનાઓ બની.
  • સંસદનું બજેટ સત્ર આગામી 31 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી દરમ્યાન મળશે જેમાં પહેલી ફેબ્રુઆરીએ અરૂણ જેટલી વચગાળાનું બજેટ રજુ કરશે.વર્તમાન મોદી સરકારનું આ છેલ્લું બજેટ હશે.
  • ચીને સમગ્ર ભારત પર નજર રાખી શકે તેવું રડાર બનાવ્યું છે. દુશ્મનની મિસાઈલો અંગે ખૂબ વહેલા એલર્ટ કરશે, રડાર વિકસિત કરનાર વૈજ્ઞાનિકનું ચીનના પ્રમુખ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
  • યુરોપમાં બરફનું ભયાનક તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઓસ્ટ્રિયામાં 10 ફૂટ બરફ , 14 લોકોના મોત થયા છે.
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં ‘ બહેતર ભારત’ અભિયાન માટે ગુજરાત આવશે, NSUI દ્વારા રાજ્યના શિક્ષણની વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવશે.
  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા વિધાનસભાની બેઠક પરની જીતને પડકારતી ઈલેક્શન પિટીશનમાં હાઈકોર્ટે સાક્ષીઓની યાદી 16 જાન્યુઆરી સુધીમાં રજુ કરવાનો આદેશ કરતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે.
  • તૃણમુલ કોંગ્રેસના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાઈ ગયા છે, તેઓ બિશનપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.
  • એશિયન કપ ફૂટબોલમાં આજે ભારતનો મુકાબલો યુએઈ સામે થશે. ભારત પ્રથમ મુકાબલામાં થાઈલેન્ડને 4-1થી પરાજય આપ્યો હતો.
  • ભારતીય પુરૂષ હોકી ટીમના કોચ હરેન્દ્રસિંઘની હકાલપટ્ટી કરવામાં આવી છે.,વર્ષ 2018માં ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું.
Categories: Daily News