વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ પાંચમ   

તા. ૧૦/૨/૨૦૧૯ રવિવાર

  • સીબીઆઈએ શારદા ચીટફંડ કૌભાંડમાં શિલોંગ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની 10 કલાક પૂછપરછ કરી, આજે પણ થશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણાચલપ્રદેશની મુલાકાત કરતાં ચીન ગીન્નાયું, ભારતીય નેતાઓએ વિવાદથી દૂર રહેવાની સલાહ આપી.
  • ટ્વીટરના સીઈઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સંસદીય સમિતિ સમક્ષ પેશ થવાનો ઇનકાર કરી દીધો છે. ડેટા સુરક્ષા અને ફેક ન્યૂઝ અંગેની કાર્યવાહીમાં સહકાર નહિ આપે.
  • ઉત્તરાખંડ ના હરિદ્વાર અને તેની નજીકના ઉત્તરપ્રદેશના સહરાનપુર જીલ્લામાં ઝેરી દારૂ પીવાને કારણે મૃતકોની સંખ્યા વધીને 106 થઇ છે.
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની આજે ત્રીજી ટી20 મેચ હેમિલ્ટન ખાતે રમાશે. બંને દેશો સીરીઝમાં 1-1 બરાબર છે.
  • રાજસ્થાનમાં સવાઈ માધોપુર અને બયાના સેક્શનમાં શરૂ થયેલા ગુર્જર આંદોલનના પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.
  • સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂ બેકાબૂ, શરદી-તાવની અસર હોય તેવા વિધાર્થીઓને શાળાએ ન મોકલવા આદેશ.
Categories: Daily News