વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ પાંચમ                      

તા.૧૦.૪.૨૦૧૯ બુધવાર

  • છતીસગઢમાં નક્સલી હુમલો : દંતેવાડાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા પર માઓવાદીઓએ કરેલા આઈઇડી  બ્લાસ્ટમાં ધારાસભ્યનું મોત અને ચાર જવાન શહીદ થયા છે.
  • લોકસભાની પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો માટેના પ્રચાર પડઘમ શાંત, 11 એપ્રિલે મતદાન યોજાશે.
  • જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલો, રાષ્ટ્રીય સ્વયં સંઘના નેતા ચંદ્રકાંત શર્માને ગોળી મારી હત્યા કરી. શર્માના સિક્યુરીટી ઓફિસરની પણ હત્યા કરવામાં આવી છે.
  • ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી કેસમાં રિસોર્ટના મેનેજર હાજર ન રહેતાં હાઈકોર્ટે બળવંતસિંહ રાજપૂતને બે હજાર જમા કરવાનો આદેશ કર્યો છે.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલકાતા સામે ચેન્નાઈનો સાત વિકેટે આસાન વિજય મેળવ્યો. કોલકાતાની બેટિંગમાં ધબડકો નવ વિકેટ ગુમાવી માત્ર 108 રન કર્યા હતા.
  • આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવશે. તેઓ જુનાગઢ અને બારડોલી માં જનસભાને સંબોધશે.
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 15 એપ્રિલના રોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે તેઓ ભાવનગર, અમરેલી અને જુનાગઢમાં જાહેરસભાને સંબોધન કરશે.
  • ઠાકોર-ક્ષત્રિય સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ શકે છે.

બે વર્ષ પછી થનારી 16મી વસ્તી ગણતરીમાં સૌપ્રથમવાર મોબાઈલ એપથી વસ્તી ગણતરી કરવામાં આવશે.

Categories: Daily News