1 Oct-2019 Tuseday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ ત્રીજ

તા. ૧/૧૦/૨૦૧૯ મંગળવાર

 • પાકિસ્તાને કરતારપુર કોરીડોરના ઉદ્દઘાટન માટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આમંત્રણ આપવાની વાત કરી મોટો દાવ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ મનમોહનસિંહ આ આમંત્રણનો સ્વીકાર કરશે નહી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પોતાના કાર્યકાળ દરમ્યાન એકપણ વખત પાકિસ્તાન ગયા નથી.
 • ભારતીય હવાઈદળના નવા અધ્યક્ષ તરીકે એર ચીફ માર્શલ આર કે એસ ભદોરિયા બન્યા છે. બાલાકોટની જેમ જ સ્ટ્રાઈક માટે એર સ્ટ્રાઈક કરવાની સેના તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
 • ફિલ્મ શોલેમાં કાલીયાનો રોલ કરનાર વીજુ ખોટનું ૭૭ વર્ષની વયે હદયરોગ ના હુમલાથી અવસાન થયું છે.
 • કેન્દ્ર સરકારને કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવા અને હોસ્પિટલ તથા મેડીકલ સુવિધા શરૂ કરવાની હાઈકોર્ટે નોટીસ  આપી છે.
 • હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના  ઉમેદવારો તરીકે કુસ્તીબાજ બબીતા ફોગટ, ઓલમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ યોગેશ્વર દત્ત અને હોકીના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહને ટીકીટ આપી છે.
 • દોહામાં રમાઈ રહેલ વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપમાં અમેરિકન એલિસન ફેલીક્સને 12મો ગોલ્ડ જીતી જમૈકાના ઉસૈન બોલ્ટના 11 ગોલ્ડમેડલનો રેકોર્ડ તોડ્યો છે.
 • ભારતીય ટેનીસ ખેલાડી સુમિત નાગાલે લ્યુંનસ આયર્સ ચેલેન્જર ટુર્નામેન્ટ જીતી છે. આ વર્ષે ચેલેન્જર ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય છે.
 • રાજ્યમાં ચોમાસું અતિવૃષ્ટિ તરફ વધતાં ચિંતાનું મોજું, સતત વરસાદથી કપાસ, કઠોળ અને મગફળીનો પાક ધોવાઈ ગયો. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સાત ઇંચ વરસાદ તથા બનાસકાંઠાના ભાભરમાં આઠ ઇંચ વરસાદ થયો છે.
 • અંબાજીથી આણંદ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ દાંતા માર્ગના ત્રીશુલીયા ઘાટના ભયજનક વળાંકમાં બસ પલટી મારતા 21 યાત્રીઓના મોત થયા છે. પચાસથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે જેમાં ચારની હાલત  ગંભીર હોવાનું મનાય છે. તમામ યાત્રીઓ આંકલાવના ખડોલ ગામના હોવાનું મનાય છે.
 • રાજ્યના ગૃહ વિભાગે 24 આઈપીએસ અધિકારીઓની બદલી કરી અને પાંચ અધિકારીઓને બઢતીના આદેશો કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચના વાળા તરીકે અજય તોમરણી નિયુક્તિ કરી છે.
 • દેશની યુનિવર્સિટીઓ સામાજિક ઢાંચાને મહત્વ આપતી હોવાથી ગ્લોબલ રેન્કિંગમાં પાછળ રહે છે.- યુજીસીના ચેરમેન ડો. ડી.પી.સિંહ