વિક્રમ સંવત ૨૦૭૫ માગશર વદ- બારસ

તા. ૧/૧/૨૦૧૯ મંગળવાર

  • ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં તમામ વિરોધપક્ષઓના હંગામાના કારણે રજુ કરી શકાયું નહિ, વિપક્ષનું જીદ્દી વલણ : બિલને ચકાસણી માટે સિલેક્ટ કમિટિને મોકલવા માગણી કરી.
  • જમ્મુ કાશ્મીરના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન બેટના બે સૈનિકો ઘૂસણખોરી કરતાં ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળો પણ મળી આવ્યો છે.
  • 1984માં શીખ વિરોધી રમખાણો મામલામાં આજીવન કેદની સજા પામેલા પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જનકુમાર દિલ્લીની કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી છે.
  • બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગે જનરલ ઇલેકશનમાં સતત ત્રીજી વખત જીત મેળવતાં શેખ હસીના ચોથી વખત વડાપ્રધાન બનશે.અવામી લીગ 300 બેઠકોમાંથી 288 બેઠકો જીતી છે.
  • ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાતા આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર બની છે. ભારતીય ટીમની વાઈસ કેપ્ટન મંધાતા ઝૂલન ગોસ્વામી બાદ આ અવોર્ડ જીતનાર બીજી ભારતીય ખેલાડી છે.
  • ભારતીય હરમનપ્રીત કૌરને આઈસીસી વિમેન્સ ટી20 ટીમ ઓફ ધ યરની સુકાની જાહેર કરી છે. આ ટીમમાં અન્ય બે ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાતા અને પૂનમ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટેની હોમલોન પર સબસીડીનું મુદતમાં વધારો કરી માર્ચ 2020 કરવામાં આવી છે.
  • કેન્દ્ર સરકારે સુધીર ભાર્ગવને મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુકતી કરવામાં આવી છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના ચાર નવા માહિતી કમિશનરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
  • તેલ કંપનીઓએ સબસીડીવાળા રાંધણગેસની બોટલના ભાવ રૂ. 5.91નો ઘટાડો કરવામાં આવ્યો છે. સબસીડી વિનાના સિલેન્ડરમાં રૂ. 120.50નો ઘટાડો થયો છે.
  • રાજ્યની તમામ ગ્રાન્ટેડ, સરકારી અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને હાજરી પૂરવા આજથી ‘ યસ સર’ના બદલે ‘ જય હિન્દ’ અથવા ‘ જય ભારત’ બોલવા અંગે પરિપત્ર શિક્ષણ બોર્ડે કર્યો છે.
Categories: Daily News