વિક્રમ સવંત ૨૦૭૫ કારતકવદ નોમ

તા. ૦૧/૧૨/૨૦૧૮ શનિવાર

  • ખેડૂતોની આત્મહત્યા, સરકાર દ્વારા થતું શોષણ જેવા વિવિધ પ્રશ્નોને લઈને દિલ્લીના રામલીલા મેદાન ખાતે દેશભરમાંથી આવેલ લાખો ખેડૂતોએ સરકારને જગાડવા સંસદકૂચ કરી. ખેડૂતો સાથે સમગ્ર વિપક્ષો જોડાયા.
  • અયોધ્યામાં રામમંદિર બનશે તો દિલ્લી થી કાબૂલ સુધી તબાહી કરવાની જૈશ-એ-મહમદના સૂત્રધાર મસૂદ અહરની ધમકી.
  • હોકી વર્લ્ડકપ -2018માં ઓસ્ટેલિયાએ આયર્લેંડને ૨-૧ થી પરાજય આપ્યો. ઓસ્ટેલિયા તરફથી બ્લાઇક ગોવર્સ પ્રથમ ગોલ કરી આગળ કરી દીધું હતું.
  • ભારતીય નિશાનેબાજ ખેલાડી અભિનવ બિંદ્રાને શૂટિંગના ટોચના સન્માન ધ બ્લૂ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે.
  • ભારતીય પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અરૂદ્દીન તેલંગણા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • કેન્દ્ર સરકારે સબસિડીયુકત ગેસના ભાવમાં રૂ. ૬.૫નો ઘટાડો કર્યો, જ્યારે સબસીડી વગરના સિલીન્ડરમાં રૂ. 133નો ધરખમ ઘટાડો કર્યો છે.
  • મહારાષ્ટ્રમાં મુસ્લિમોને અનામત માટે અસદુદ્દીન ઔવૈસીએ માગણી કરી, ઓવૈસીની માગણીને શિવસેનાએ ટેકો જાહેર કર્યો.
  • વડોદરાના કમાટીબાગ ઝૂમાં કૂતરા કાળિયાર હરણના પાંજરામાં ઘૂસીને આઠ કાળિયારનું મારણ કર્યું. ઝૂના ગ્રેવયાર્ડમાં મૃત આઠ કાળિયારને અગ્નિદાહ આપવામાં આવ્યો.
Categories: Daily News