વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણવદ બારસ                 

તા. ૧.૪.૨૦૧૯ સોમવાર

  • જમ્મુ કાશ્મીરના રાજોરી જીલ્લામાં અંકુશરેખા ઉપર સતત પાકિસ્તાન તરફથી ગોળીબાર  જારી રાખતા તંગદીલી, આતંકવાદીઓને ઘુસાડવાનો નાપાક પ્રયાસ કર્યો છે.
  • કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પ્રથમ વખત બે સીટ ઉપર ચૂંટણી લડશે, પોતાનો મતવિસ્તાર અમેઠી  તથા કેરળની વાયનાડ બેઠક પર પણ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડશે.
  • આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવા કોંગ્રેસ કટિબંધ છે.- આંધ્રપ્રદેશના વિજયવાડામાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ ખાતરી આપી.
  • પીએસએલવી-સી-45 મિશન માટે કાઉન્ટડાઉન આજે શ્રી હરિકોટા ખાતે શરૂ કરવામાં આવશે. આજે ઈસરો એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કરશે.
  • દેનાબેંક અને વિજયા બેંક આજથી બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ અમલી બનશે. આ બંન્ને બેંકોની શાખાઓ બેંક ઓફ બરોડાની શાખા તરીકે કામ કરશે.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હૈદરાબાદે બેગ્લોરને 118 રનથી પરાજય આપ્યો છે. આઈપીએલમાં પ્રથમ વાર હેદરાબાદની ટીમના બંને ઓપનર બેયરસ્ટ્રો અને વોર્નારે સદી નોંધાવી હતી.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં  ભારે રસાકસી બાદ ચેન્નઈની ટીમ રાજસ્થાન સામે આઠ રનથી વિજેતા બની હતી.
  • ભાજપે ગુજરાતમાં  વધુ ચાર ઉમેદવારો જાહેર કર્યા છે. જુનાગઢમાં રાજેશ ચુડાસમા રિપીટ કર્યા છે. પાટણમાં ભરતસિંહ ડાભી, છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવા અને આણંદમાં મિતેશ પટેલની પસંદગી ઉતારી છે.
  • ભાજપા સાંસદ શત્રુધ્નસિંહા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, અટલ વાજપેયીના શાસનમાં ભાજપમાં લોકશાહી હતી હવે તાનાશાહી છે.
  • કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ ભરૂચના ઉમેદવાર બનાવવા કોંગ્રેસની તૈયારીઓ, આજે આ અંગે જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.   
Categories: Daily News