• રાફેલ મુદ્દે રાહુલ ગાંધી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન વચ્ચે શાબ્દિક જંગ, રાહુલે કહ્યું કે HAL ને ઓર્ડરનો દાવો સાબિત કરે અથવા રાજીનામું આપે, નિર્મલાએ કહ્યું કે રાહુલ દેશને ગેરમાર્ગે દોરે છે.
  • જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ સહીત ઉત્તર ભારતમાં હિમવર્ષા, દિલ્લીમાં વરસાદથી વાતાવરણને અસર, અનેક ટ્રેનો રદ કરવી પડી છે.
  • એરપોર્ટની જેમ રેલવે સ્ટેશને 20 મિનિટ પૂર્વે જવું પડશે, સુરક્ષાના કારણોસર રેલવે બોર્ડનો નિર્ણય, રેલ્વે યાત્રીઓની ચકાસણી પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે.
  • પ.બંગાળના પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે મુખ્યમંત્રી  મમતા બેનરજીના વખાણ કરતાં કહ્યું કે તેઓ દેશના પ્રથમ બંગાળી પીએમ બની શકે છે.
  • ભારતે 33 વર્ષ બાદ ઓસ્ટેલિયાને ફોલોઓન આપ્યું, ચોથી ટેસ્ટમાં ઓસ્ટેલિયા પ્રથમ દાવમાં 300માં આઉટ, કુલદીપ યાદવની પાંચ વિકેટ, બીજા દાવમાં ઓસ્ટેલિયા વિના વિકેટે છ રન કર્યા છે.અંતિમ દિવસે વરસાદ વિઘ્ન બનશે.
  • એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતે થાઈલેન્ડને 4-1 થી હરાવી ટુર્નામેન્ટમાં સૌથી મોટો વિજય નોંધાવ્યો છે. સુનીલ છેત્રીએ શાનદાર બે ગોલ કર્યા હતા.
  • લોકસભા ચૂંટણી માટે ભાજપે 17 કમિટીની રચના કરી, ગુજરાતમાંથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પંકજ શુકલ, ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાને રાષ્ટ્રીય સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.લોકસભાની ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢઢેરો રાજનાથસિંહ તૈયાર કરશે.
  • આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે દિલ્લીમાં મુલાકાત થશે. રાજઠાકરે પોતાના પુત્ર અમિત ઠાકરેના લગ્નની કંકોત્રી લઇ દિલ્લી જી રહ્યા છે.
Categories: Daily News